By subscribing, you'll get latest & Featured blog post by email.
Subscribe
કિશોરીઓને સહાય
યોજના હેઠળ મળતી સહાય
• પૂર્ણાશક્તિના (1 કિલોનાં) 4 પૈકેટ દર માસનાં 4 મંગળવારે
• પુરક આર્યન અને ફોલીક એસિડ (આઈ.એફ.એ.)
• આરોગ્ય તપાસ અને રેફરલ સેવા
• પરંપરાગત શાળામાં વચગાળાના કોર્ષ કૌશલ્યવર્ધક તાલીમમાં જોડીને શાળાએ ના જનાર
• જીવન કોશલ્યનું શિક્ષણ, ઘરવ્યવસ્થાપન
• જાહેર સેવા માટે માર્ગદર્શન
રૂ.50,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ
• ગંગા સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના.
પાત્રતાના ધોરણો
• ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ 18 થી 50 વર્ષની ઉંમરની પુન:લગ્ન કરનાર મહિલા લઈ શકશે. જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના પતિ હયાત ન હોવા જોઈએ.
રૂ.1,50,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ:
• ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોને પોતાના મકાન ખરીદી માટે વાર્ષિક રૂ.30,000 લેખે પાંચ વર્ષમાં કુલ રૂ.1,50,000ની આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ
યોજના અંતર્ગત મળતી સહાય
• ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ કુલ રૂ.1,50,000ની સહાય શરતોને આધીન પૂરી પાડવામાં આવશે. જે બાંધકામ શ્રમિકોએ પોતાનાં મકાન ખરીદી માટે મહત્તમ રૂ.15 લાખ સુધીની લોન લીધેલ હોય તેઓને પાંચ વર્ષ સુધી રૂ.30,000ની સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય લાભાર્થીના બેંકના હાઉસિંગ લોન અંગેના ખાતામાં DBT મારફત જમા કરવામાં આવશે.
રૂ.3,00,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ:
• બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીઓનું બાંધકામ સાઈટ પર ચાલુ કામના સ્થળે અકસ્માત થવાથી મૃત્યુ થાય અથવા કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેમના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:
1. અસલ અરજી ફોર્મ
2. અરજદારનો ઓળખનો પુરાવો
3. મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો
4. મૃત્યુ પ્રમાણપત્ર
5. પોલીસ પંચનામા / એફ.આઈ.આર.ની નકલ
6. પી.એમ.રીપોર્ટની નકલ
7. DISH કચેરીનો અહેવાલ (પ્રોજેક્ટ મેનેજર કક્ષાએ રજૂ કરવાનો રહેશે)
8. સોગંદનામું તલાટીનું પેઢીનામું
9. સંમતિપત્રક
10. અરજદારની બેંકની વિગત
રૂ.30,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ:
• ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી
આવક મર્યાદા:ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવામાં આવે છે
પાત્રતાના ધોરણો
• ગ્રામ્ય કક્ષાએ રૂ.1.20 લાખ તથા શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખની વાર્ષિક આવક
• મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ માટે રૂ.2 લાખની મર્યાદામાં લોન આપવા માટે બેંકોને ભલામણ કરવામાં આવે છે.
વારસાઈ પ્રમાણપત્ર
પુરાવાઓની પ્રમાણિત નકલ
- વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
- વારસદારોનો હક્ક જતો કરવાની એફિડેવીટ
- પંચનામુ (પરિશિષ્ટ–4/47 મુજબ)
- પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
- મરણનું પ્રમાણપત્ર
- પી.પી.ઓ યુક્ત નકલ
- નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
- પેન્શન ચુકવણી કચેરીના પત્રની પ્રમાણિત નકલ
- આધાર કાર્ડની ખરી નકલ
- રેશનકાર્ડની ખરી નકલ
- પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ
અરજી નિકાલની સમય મર્યાદા:
કુલ 60 દિવસ
1) પોસ્ટ ઓફિસ બચત ખાતું (બચત બેંક) - વ્યાજદર: 4.0% - વાર્ષિક
2) 1 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 6.9 (₹10,000 માટે ₹708 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
3) 2 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.0 (₹10,000 માટે ₹719 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
4) 3 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.1 (₹10,000 માટે ₹729 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
5) 5 વર્ષનો ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.5 (₹10,000 માટે ₹771 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
6) 5 વર્ષનું રિકરિંગ ડિપોઝિટ યોજના (RD) - વ્યાજદર: 6.7 - ત્રિમાસિક
રૂ.1,00,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે.
આવક મર્યાદા: દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.ર લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
પાત્રતાના ધોરણો:
• તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.
• દીકરીના જન્મ સમયે માતાની ઉમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
• દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.