યોજનાનો ઉદ્દેશ / હેતુ: અનુસૂચિત જાતિની કન્યાઓને તેમના લગ્નપ્રસંગે આર્થિક મદદ કરવાનો

આવક મર્યાદા: શહેરી અને ગ્રામ્ય માટે રૂ.6,00,000

પાત્રતાના ધોરણો:

  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • કુંટુંબની બે (2) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ હોવી જોઈએ.
  • લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરુ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

યોજના અંતર્ગત મળતી સહાય: અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.12,000ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ રૂ.10,000ની સહાય ચૂકવવામાં આવશે.

અરજીની પ્રક્રિયા: https://esamajkalyan.gujarat.gov.in એટલે ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા – જિલ્લા પંચાયતની કચેરી.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો પિતાના મરણનો દાખલો

સત્તાવાર લિન્ક: https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=duJMDyg6dmO007n6aojWGQ==

Posted by Veemla
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *