- ખેડૂતો અને ખેત મજૂરોને જો અદ્યતન સાધનોવાળી સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ આપવાનો મુખ્ય હેતુ
- આ યોજનાનો લાભ ૧ હેક્ટર સુધીની જમીન ધારણા કરતાં(૮-અ મુજબ) સીમાન્ત ખેડૂત તથા ખેતી કામ કરતાં ખેત મજૂરોને મળવાપાત્ર રહેશે.
- સીમાન્ત ખેડૂતને ૮-અ ખાતાદીઠ એકવાર અને ખેત મજૂરને કુટુંબદીઠ એકવાર લાભ મળવાપાત્ર રહેશે.
- ૯૦ ટકા સહાય અથવા રૂ.૧૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય
- સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવા માંગતા લાભાર્થીએ I-Khedut પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી ગ્રામકક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં પણ કોમ્પ્યુટર-ઈન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે.
- I-Khedut પોર્ટલ ઉપર સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવા માંગતા લાભાર્થીએ ઓનલાઈન કરેલ અરજી ઓટી ઈનવર્ડ થશે.
- અમલીકરણ કરતી કચેરી અને તાલુકા અમલીકરણ અધિકારી સંપર્ક અધિકારી પાસેથી વધુ માહિતી
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા
૧) સીમાન્ત ખેડૂતો માટે ૮-અની નક્લ,
૨) ખેત મજૂર હોવા અંગેનો તલાટીનો દાખલો અથવા શ્રમ અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર / ઓળખકાર્ડની નકલ,
૩) ‘‘સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ” ની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી.
૪) આધાર કાર્ડનો નંબર
૫) ખેત મજૂર માટે રેશન કાર્ડની નકલ
સત્તાવાર લિન્ક
Leave Your Comment: