યોજનાનો ઉદ્દેશ / હેતુ: અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે.

આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 6,00,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 6,00,000થી વધુ ન હોવી જોઈએ.

પાત્રતાના ધોરણો:

  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • મકાનની સહાયની રકમ રૂ. 1,20,000 રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને રૂ. 12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂ.1,20,000ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
  • મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. 10,00,000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 7,00,000ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં.
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ રહેશે.

યોજના અંતર્ગત મળતી સહાય: જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, પાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂ. 1,20,000 ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે. તે પૈકી પ્રથમ હપ્તો – રૂ. 40,000 (વહીવટી મંજૂરીના હુકમ સાથે), બીજો હમો-રૂ. 60,000 (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) અને ત્રીજો હપ્તો – રૂ. 20,000 (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે

અરજીની પ્રક્રિયા: https://esamajkalyan.gujarat.gov.in એટલે ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી:

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા
જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી,
સમાજ કલ્યાણ શાખા,
જિલ્લા પંચાયતની કચેરી.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાયસન્સ/ ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારણી પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • સ્વ-ઘોષણા પત્ર (Self-Declaration)
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરિત મકાનનો ફોટો

    સત્તાવાર લિન્ક: https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=wq9yJJOft1lYsNrpPOIhhQ==

 

Posted by Veemla
Tags:
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *