
યોજનાનો ઉદેશ /હેતુ: ગુજરાતમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોને રાજ્યમાં આવેલા તીર્થસ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પૂરી પાડવાનો છે.
પાત્રતાના ધોરણો: ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતમાં વસવાટ કરતા વડીલ નાગરિકો ઓછામાં ઓછા ૨૭ ના ગ્રુપમાં અરજી કરી શકશે
યોજના અંતર્ગત મળતી સહાય:
• ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
• એસ્ટીની સુપર બસ (નોન એસી) ઉપરાંત એસટીની મિનિ બસ (નોન એસી), એસી કોચ, સ્લીપર કોચનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બંનેમાંથી જે ઓછું હોય તેની ૭૫% કે તેથી વધુ રકમની સહાય અપાશે.
• દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે વધુમાં વધુ રૂ.૩૦૦ની સહાય
અરજીની પ્રક્રિયા: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની વિભાગીય કચેરીઓ ખાતે લેખિતમાં અરજી કરી શકાય છે. પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડને ઓનલાઇન અરજી પણ કરી શકાય છે.
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ૧૬ વિભાગીય કચેરીઓ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ખાસ એક્ઝિક્યુટીવ
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા: આધારકાર્ડની નકલ
સત્તાવાર લિન્ક: https://yatradham.gujarat.gov.in/Documents/Scheme_2022-8-23_752.pdf
Tags:
Subscribe To Get Update Latest Blog Post
No Credit Card Required
Leave Your Comment: