યોજનાનો ઉદ્દેશ / હેતુ: અનુસુચિત જાતિના લોકોની નબળી આર્થિક અને સામાજિક પરિસ્થિતિના કારણે તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓ કોમર્શિયલ પાયલોટ બની આકાશની ઊંચી ઊડાનના સપનાઓ પૂરા કરવા.

આવક મર્યાદા: આવક મર્યાદા નથી.

પાત્રતાના ધોરણો: કોમર્શિયલ પાયલોટ માટે લાઇસન્સની ટ્રેનિંગ માટે તાલીમ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ

યોજના અંતર્ગત મળતી સહાય: કોમર્શિયલ પાયલોટ લાઇસન્સની ટ્રેનિંગ માટે તાલીમ મેળવવા ઇચ્છતા લાભાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા રૂ.25 લાખની લોન 4%ના વ્યાજના દરે આપવામાં આવે છે.

અરજીની પ્રક્રિયા: જિલ્લા કક્ષાએથી અરજી ભલામણ સહ e-samajkalyan.gujarat.gov.in ઉપર મળ્યેથી નિયમોનુસાર નિયામક, અનુ. જાતિ કલ્યાણ મંજૂર કરે છે.

અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી: નિયામક, અનુ. જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/ પેટા જાતિનો દાખલો
  • શાળા છોડ્યાનો દાખલો
  • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જામીનદારના મિલકતના આધાર (7/12 ના ઉતારા – ઈન્ડેક્ષ)
  • જામીનદારના મિલકતના વેલ્યુએશન સર્ટીફીકેટ
  • સ્વીકૃતિ પત્ર (નિયત રૂ. 50 ના સ્ટેમ પર)
  • એસ.એસ.સી. અથવા એથી આગળ કરેલ અભ્યાસની માર્કશીટ/પ્રમાણપત્રો
  • પરિશિષ્ટ-ખ વિદ્યાર્થીનું જાત – જામીનખત
  • પરિશિષ્ટ-ન્ડ વિદ્યાર્થીનું સોગંદનામુ
  • પરિશિષ્ટ – ધ લોન ભરપાઈ કરવા માટે પાત્રતાનો દાખલો
  • પાસપોર્ટ ( જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
  • વિઝા (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
  • વિદેશમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ ભારતમાં સેવા આપશે. તે અંગેની લેખિત બાંહેધરી રજૂ કરવી.(રૂ.100 ના સ્ટેમ્પ પેપર ઉપર)
  • પરિશિષ્ટ – ગ જામીનદારના જામીનખતનો નમૂનો

સત્તાવાર લિન્ક: https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=AUMlFbT+dZA8gk4ZREqzzg==

Posted by Veemla
Tags:
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *