આદિજાતિના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના

યોજનાનો ઉદ્દેશ: આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરવા

આવક મર્યાદા: આ યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.

પાત્રતાના ધોરણો: અરજદાર અનુસૂચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ. અરજદારે મેટ્રીક્યુલેશન અથવા હાયરસેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓએ ઉચ્ચશિક્ષણ માટે વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય.

યોજના અંતર્ગત મળતી સહાય: રૂ.૧૫ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે ૪ ટકાના વ્યાજના દરે સહાય. આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.

અરજીની પ્રક્રિયા: આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.

અમલીકરણ કચેરી: ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા: વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તેના પુરાવા. અરજદાર આદિજાતિના હોવા અંગે દાખલો/પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ હોવું જોઈએ.

સત્તાવાર લિન્ક: https://adijatinigam.gujarat.gov.in/loan-for-higher-studies-abroad

અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના

યોજનાનો ઉદ્દેશ / હેતુ: અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવવા આર્થિક સહાય આપવામાં આવે છે.

આવક મર્યાદા: કોઈ આવક મર્યાદા નથી.

પાત્રતાના ધોરણો:

• મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
• રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૧૨ કે તેથી ઉપરના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં ૫૦% કે વધુ માર્કસ ધરાવતા હોવા જોઇશે. તેમજ તેઓ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા, પી.એચ.ડી. તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે પણ લોન મેળવવાને પાત્ર રહેશે.

યોજના અંતર્ગત મળતી સહાય: અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક અને સામાજિક પરિસ્થિતિના કારણે અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી તેમને માટે આર્થિક મદદરૂપ થવા રૂ.૧૫ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.

અરજીની પ્રક્રિયા: જિલ્લા કક્ષાએથી અરજી ભલામણ સહ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કર્યા બાદ નિયામકશ્રી, અનુ. જાતિ કલ્યાણ મંજૂર કરે છે.

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી: નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નં.૪/૨, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત.

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:

• રહેઠાણના પુરાવા : રેશનકાર્ડવીજળી બિલ લાઇસન્સ/ભાડાકરાર/ચૂંટણી કાર્ડ)
• અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો શાળા છોડયાનો દાખલો
• શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
• વિદ્યાર્થીનું સોગંધનામુ (અસલમાં)
• પાસપોર્ટ
• વિઝા
• એર ટીકીટ
• લોન ભારપાઈ કરવા અંગે પાત્રતાનો દાખલો
• રૂ.100/-ના સ્ટેમ્પ પર જામીનદારનું જામીનખતનો નમુનો પરિશિષ્ટ – ગ
• મિલક્તના વેલ્યુએશન રીપોર્ટ
• મિલકતના આધાર(તાજેતરના 7-12 ના ઉતારા/ઈન્ડેક્ષ રજુ કરવી.)
• બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

સત્તાવાર લિન્ક: https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?ServiceID=e9WPBCeZRfxthgNWrYxGJA==

Posted by Veemla
Tags:
PREVIOUS POST
You May Also Like

Leave Your Comment:

Your email address will not be published. Required fields are marked *