
યોજનાનો ઉદ્દેશ : આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરવા
આવક મર્યાદા : આ યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.
પાત્રતાના ધોરણો : અરજદાર અનુસૂચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ. અરજદારે મેટ્રીક્યુલેશન અથવા હાયરસેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓએ ઉચ્ચશિક્ષણ માટે વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય.
યોજના અંતર્ગત મળતી સહાય : રૂ.૧૫ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે ૪ ટકાના વ્યાજના દરે સહાય. આ યોજનામાં વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે.
અરજીની પ્રક્રિયા : આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.
અમલીકરણ કચેરી : ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા : વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તેના પુરાવા. અરજદાર આદિજાતિના હોવા અંગે દાખલો/પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ હોવું જોઈએ
સત્તાવાર લિન્ક : https://adijatinigam.gujarat.gov.in/loan-for-higher-studies-abroad
Leave Your Comment: